Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરાના કરચીયા ગામે જમવા જેવી નજીવી બાબતે બે રૂમ પાર્ટનર બાખડ્યા:ચપ્પુથી જીવલેણ હુમલો

વડોદરા:શહેરના છેવાડે કરચિયા ગામમાં જમવામાં રોટલી બાબતે બાખડેલો રૂમ પાર્ટનર સાથીદારને ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. જવાહરનગર પોલીસે આ અંગે હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

મુળ મધ્યપ્રદેશના બીના તાલુકામાં આવેલ બેરખેરી ગામના વતની અને હાલમાં કરચિયા ગામ ખાતે આવેલી રાજસ્થાન કોલોનીમાં રહેતા ઓમપ્રકાશ થાનસિંગ સિંધી રિફાઇનરી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર લેબર તરીકે નોકરી કરે છે. તેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,  શનિવારના રોજ તેઓ પોતાના રૂમ પર પહોંચ્યા ત્યારે સેતાનસિંગ, નરેન્દ્ર, દશરથ તેમજ ધર્મેન્દ્રએ જમ્યા બાદ તેઓનીમાં માટે માત્ર બે રોટલી રાખી હતી. જેથી તેઓ રોટલી ઓછી પડશે તેવું વિચારી રૂમ નંબર 46 અને 47માં ગયા હતા. જ્યાં તેઓના ગામના બીજા માણસો રહે છે 

(5:18 pm IST)
  • વિશ્વમાં કોરોનાના ૬.૩૦ કરોડથી વધુ કેસઃ ૧૪.૬૪ લાખ લોકોના મોત : વિશ્વમાં ૬,૩૦,પ૩,૦૦૦ કોરોનાના કેસઃ કુલ ૧૪,૬૪,૦૦૦ લોકોના મોતઃ ૪.૩પ કરોડ લોકો સાજા થયા છે છેલ્લા ર૪ કલાકમાં ૪.૯૬ લાખ કેસ આવ્યાઃ ૭ર૧૮ ના મોતઃ ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૧૦૪૬ ટકા તો રિકવરી રેટ ૯૩.૬૮ ટકા છે access_time 11:26 am IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST