Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.31 લાખની મતાની તસ્કરી કરી

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શાસ્ત્રી પાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ પટેલ સેલ્સ માર્કેટિંગનો વ્યવસાય કરે છે. દરમિયાન તેઓ ઘરને તાળું મારીને સંબંધીના ઘરે દુઃખદ પ્રસંગમાં ગયા હતા દરમિયાન  27 નવેમ્બરના રોજ તેઓના ઘરમાં ચોરી થઇ હોવાની પાડોશીએ જાણ કરી હતી.

જેથી તેઓ ઘરે પરત આવી તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો મંદિર તેમજ તિજોરીમાંથી સોનાની બુટ્ટી, ચૂડી, બંગડી, અછોડો, સિકો, મંગળસૂત્ર તેમજ ચાંદીનો જુડો, સિક્કા, કંકાવતી, ગ્લાસ, વાડકી, સેર અને રોકડા રૂપિયા 25000ની મતા ચોરી નાસી છૂટયા હોવાનો બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)
  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST