Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરામાં ટ્રેનમાં નિંદ્રાધીન મુસાફરનું 12 હજારની મતા ભરેલ બેગ તફડાવી ગઠિયો રફુચક્કર....

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચોરી અને લૂંટફાટ થવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે અને તેના કારણે આરપીએફ અને જીઆરપીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચીલ ઝડપના વધુ બે બનાવો સામે આવ્યા છે. ઉદયપુર બાંદ્રા ટ્રેન માં નિંદ્રાધીન મુસાફરનું બેગ તથા યુવકને ધક્કો મારી મોબાઈલ ફોન સહિતની મત્તા ઝૂંટવી ચોરીના બે બનાવો વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાયા છે.

થાણે ના રહેવાસી બ્રજેશ મહરા આઠમી નવેમ્બરના રોજ વડોદરા થી ભોપાલ જવા માટે વડોદરા રેલવે સ્ટેશન ઉપર મુખ્ય દરવાજાની સામે મોબાઈલ ફોન ઉપર વાત કરતા હતા. તે દરમિયાન એક અજાણ્યો ગઠિયો તેમને ધક્કો મારીને રૂપિયા 11999 ની કિંમત મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 300 અને એટીએમ કાર્ડ સહિત 12299 ની મત્તા ઝૂંટવી ફરાર થઈ ગયો હતો.

(5:17 pm IST)