Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પત્નિના ઓછી આવકના મેણાને કારણે રત્ન કલાકાર બાઈક ચોર બની ૩૦ બાઇક ઉઠાવી ઉહાપોહ મચાવેલ

સામાન્ય લોકોની પરસેવાની કમાણીના બાઈક ઉઠાવનારાને ઝડપી લેવો સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા લેવાયેલ નિર્ણય અકસીર સાબિત : ક્રાઇમ બ્રાન્ચ એસીપી આર. આર.સરવૈયા ટીમે એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ અને ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં અશકય ને શકય કરી બતાવ્યું

રાજકોટ, તા.૩૦: પત્નિ દ્વારા થયેલ ટકોરને કારણે વાલીઓ લૂંટારો ઋષિ બન્યો ત્યારે કળયુગની પત્ની દ્વારા ઓછી આવકને લઇ ને વારંવાર મરાતા મેણાને કારણે પતિ રત્ન કલાકારી છોડી અઠંગ બાઇક ચોર બની ૨ વર્ષમાં ૩૦ થી વધુ બાઈકો ઉઠાવી લીધાનું સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ તપાસમાં ખુલવા પામતા ચકચાર મચી ગઇ છે.

સુરતમાં લાંબા સમયથી બાઈક ઉઠાંતરીની ફરિયાદો વધતા જતા પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સામાન્ય માણસ માટે બાઈક એટલે કેટલી કિંમતી વસ્તુ છે તે સારી રીતે સમજતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી શરદ સિંદ્યલ તથા રાહુલ પટેલ અને એસીપી આર. આર.સરવૈયા સાથે ચર્ચા કરી બહોળો અનુભવ ધરાવતા આર્.આર.સરવૈયાને આ જવાબદારી સોંપવામાં આવતા અશકયને શકય કરી બતાવ્યું હતું

સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ શખ્સ બળવંત હીરાનો કારીગર હતો. તેના પગારમાં ઘર ચાલે પણ તેનાં પત્નીને તેની બહેન જે રીતે હાઈ ફાઈ રીતે જીવતી હતી તે રીતે હીરાના કારીગર એવા આ આરોપીના પત્નીને જીવવુ હતું.પત્ની દ્વારા વારંવાર સંભળાવતા અંતે બળવંત બાઈક ચોર બન્યો અને પોતે હીરા કારીગર માફક પાર્કિગમાં પહોંચતો એટલે કોઈને શંકા ન જતી. ચોરીના ધંધામાં પ્રથમ વખત ચોરેલ બાઈકની ચાવી હાથમાં આવી ગયા બાદ આ ચાવી માસ્ટર કી સમી પુરવાર થયેલ અને ૨ વર્ષમાં તેને ૩૦ થી વધુ બાઈક ઉઠાવેલ તેમ હીરા કલકરમાંથી બાઈક ચોર બનેલ શખસને વરાછા ના હીરાબાગ વિસ્તારમાંથી પકડી લેવામાં જેની ટીમે અથાગ જહેમત ઉઠાવેલ તેવા ક્રાઇમ બ્રાન્ચ એસપી આર.આર.સરવૈયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

(3:51 pm IST)