Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજયમાં કોરનાની બીજી લહેર !

૮ દિવસમાં ૧૨૩ના મોતઃ નવેમ્બર મહિનાના કુલ મૃત્યુઆંકના ૪૯.૨ ટકા

અમદાવાદ, તા.૩૦: રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ -૧૯દ્ગક્ન નવા ૧,૫૬૪ કેસ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, આ સાથે હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૦૮૨૭૮ પર પહોંચી છે. જયારે વાયરસના કારણે વધુ ૧૬ દર્દીઓના મોત બાદ કુલ મૃત્યુઆંક ૩૯૬૯ પર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાથી થતાં મોતનો આંકડો બે ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. રવિવારના રોજ પૂરા થતાં આઠ દિવસમાં ૧૨૩ દર્દીઓના મૃત્યુ થયા છે, જે આખા નવેમ્બર મહિનાના કુલ મૃત્યુઆંકના ૪૯.૨% છે.

રાજયમાં દિવસ દરમિયાન કુલ ૬૮,૯૬૦ પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જે એક અઠવાડિયામાં સૌથી ઓછા છે. એક જ દિવસમાં ગુજરાતમાં કોવિડ - ૧૯ માટે સૌથી વધારે પરીક્ષણ ૨૫ નવેમ્બરના રોજ (૯૧,૪૫૯) કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે આ આંકડો ૭૦૮૨૦ પર થયો અને ત્યારબાદથી નીચે જ રહ્યો. ગુજરાતની કોવિડ હોસ્પિટલોએ નોંધ્યુ કે ઘરમાં રહેતા દર્દીઓની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં પહોંચવાની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે; આવા કિસ્સા ૧દ્મક ૨૫ નવેમ્બર દરમિયાન ૫૨ વખત વધ્યા છે, એકલા ૨૫ નવેમ્બરના રોજ ૧૦૪ કેસ આવી ગયા છે.

રવિવાર સુધી છેલ્લા એક અઠવાડિયામાં રાજયમાં ૫૨૪,૫૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૦૮૬૬ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, દર ૧૦૦ લોકોમાં બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના આશરે ૪૦ સ્ટાફને ડબ્લ્યુએચઓ પ્રોટોકોલ મુજબ કોવિડ દર્દીઓના મૃતદેહોને ડિસઈન્ફેકટ અને નિકાલ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

જિલ્લા મુજબ અમદાવાદમાં ૩૪૫ કેસ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં ૨૭૮, વડોદરામાં ૧૭૧, રાજકોટમાં ૧૪૯, ગાંધીનગરમાં ૫૮, ખેડામાં ૫૭, મહેસાણામાં ૫૧, સુરેન્દ્રનગરમાં ૪૦, બનાસકાંઠામાં ૩૮, જામનગરમાં ૩૫, પંચમહાલમાં ૩૩, પાટણમાં ૩૦, જૂનાગઢમાં અને ભાવનગરમાં ૨૯-૨૯, આણંદમાં ૨૮, દાહોદમાં ૨૬, કચ્છમાં ૨૨, ભરૂચમાં ૨૦, અમરેલી અને સાબરકાંઠા ૧૮-૧૮, મોરબી અને મહિસાગરમાં ૧૬-૧૬, અરવલ્લી ૧૧, ગીર સોમનાથ ૯, બોટાદ અને નવસારીમાં ૮-૮, નર્મદામાં ૬, તાપીમાં ૫, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ૩-૩, વલસાડ અને છોટા ઉદેપુરમાં ૨-૨ કેસ નોંધાયા છે. ૧૬ મોતમાંથી ૧૧ અમદાવાદમાં, ૩ સુરતમાં અને ૧-૧ ભરૂચ અને ખેડામાં નોંધાયા છે.

ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોમાં નવો વધારો થતાં રાજયના આરોગ્ય વિભાગે ફરીથી ઓકિસજન ઉત્પાદન એકમોને તેમના ઉત્પાદનના ૫૦ ટકા તબીબી ઉપયોગ માટે રાખવા નિર્દેશ આપ્યો છે, જેથી તે કોરોનાવાયરસ દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. રાજયના આરોગ્ય વિભાગે ૧૦ સપ્ટેમ્બરે આવું જ એક જાહેરનામું બહાર પાડ્યું હતું.

(3:50 pm IST)
  • આજે છાયા ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વ ભાગમાં દેખાશે : ગુજરાતમાં નહીં દેખાય ગ્રહણની અવધિ ૪ કલાકને ૨૩ મિનિટ : ગ્રહણ સ્પર્શ ૧૨ કલાકને ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ : ગ્રહણ મોક્ષ : પ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ : ટેલિસ્કોપની મદદથી આ અવકાશી ખગોળીય ઘટના નિહાળી શકાશે : ગુજરાતમાં ગ્રહણ જોવા નહીં મળે : માત્ર ભારતના પૂર્વ વિભાગના અલ્હાબાદ, બાલી, ભાગલપુર, કટક સહીતના વિસ્તારોમાં જોવા મળશે : વિજ્ઞાન જાથા દ્વારા અવકાશી ખગોળી ઘટનાના અવલોકન : ગેરમાન્યતાના ખંડન સાથે લોકોને સાચુ માર્ગદર્શન આપવા ઠેરઠેર કાર્યક્રમો થશે તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે access_time 11:25 am IST

  • વિશ્વમાં કોરોનાના ૬.૩૦ કરોડથી વધુ કેસઃ ૧૪.૬૪ લાખ લોકોના મોત : વિશ્વમાં ૬,૩૦,પ૩,૦૦૦ કોરોનાના કેસઃ કુલ ૧૪,૬૪,૦૦૦ લોકોના મોતઃ ૪.૩પ કરોડ લોકો સાજા થયા છે છેલ્લા ર૪ કલાકમાં ૪.૯૬ લાખ કેસ આવ્યાઃ ૭ર૧૮ ના મોતઃ ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૧૦૪૬ ટકા તો રિકવરી રેટ ૯૩.૬૮ ટકા છે access_time 11:26 am IST

  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST