Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કાલથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર સાંજે 4થી 7-30 સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવા નિર્ણંય

સાંજે 7:30 વાગ્યા પછી મંદિર બંધ કરાશે : વૉટર શૉને મુલાકાતીઓ નિહાળી શકશે

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આવેલ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને કાલે 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન બાદ અક્ષરધામ મંદિરને  આઠેક મહિના બાદ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ.

 

અક્ષરધામમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર મંદિરમાં દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પણ દીવાઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું.

દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે BAPS સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7:30 વાગ્યા પછી મંદિર બંધ કરી દેવામાં આવશે, જ્યારે વૉટર શૉને મુલાકાતીઓ નિહાળી શકશે

(10:35 am IST)