Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

નર્મદા જિલ્લામાં રવિવારે 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1528 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા રવિવારે 6 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં રાજપીપળા સોલંકી વાસ-1,ટેકરા પોલીસલાઇન -1, કન્યાશાળા-1, નાંદોદના જીતનગર-1,વડિયા-2 મળી જિલ્લામાં કુલ 6 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૩ છે,12 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 5 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશનમાં 54 દર્દી દાખલ છે.આજરોજ 19 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં કુલ 1449 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1528 પર પહોચ્યો છે. આજે વધુ 229 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:22 pm IST)
  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST

  • ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો : 4 હજાર મીટર જેટલી ઉંચી અગ્નિની જ્વાળાઓ પહોંચી : 28 ગામોના હજારો નાગરિકોનું સ્થળાંતર કરાયું : સ્થાનિક એરપોર્ટ બંધ કરી દેવાયું : ઇન્ડોનેશિયામાં આવા 120 જેટલા જ્વાળામુખી છે access_time 5:56 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST