Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પેટલાદ તાલુકાના બાંધણી ગામે 150 રૂપિયા માટે યુવકને માથાના ભાગે ઘા ફટકારી મોતનેઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સુનવણી

પેટલાદ: તાલુકાના બાંધણી ગામે લાકડાના બાકી ૧૫૦ રૂપિયા માટે એકને લાફા તેમજ લાતોથી પેટ તેમજ માથાના ભાગે માર મારીને કરપીણ હત્યા કરવાના ગુનામાં તકશીરવાર ઠરેલા શખ્સને પેટલાદની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાંધણી ગામની ગોખલી કૂવા ઈસરીયા સીમમાં રહેતા ફરિયાદી પ્રવિણભાઈ અંબુભાઈ તળપદા તેમજ નજીકમાં રહેતા રૂપાભાઈ શીવાભાઈ તળપદા ગત ૨૧--૧૩ના રોજ સાંજના સાડા વાગ્યાના સુમારે બાઈક પર ઘરવખરીનો સામાન લેવા માટે નીકળ્યા હતા. બન્ને જણાં આંગણવાડીના મકાન પાસેથી પસાર થતા હતા ત્યારે પ્રભાતભાઈ મંગળભાઈ તળપદા વાઘરીએ ઉભા રાખ્યા હતા અને રૂપાભાઈ પાસે લાકડાના બાકી ૧૫૦ રૂપિયાની માંગણી કરી હતી. જેથી રૂપાભાઈએ બે દિવસની અંદર આપી દઈશ તેમ કહેતા પ્રભાતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને ગાલ પર લાફો મારી દેતાં રૂપાભાઈ બાઈક પરથી નીચે પટકાયો હતો.

(5:15 pm IST)