Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

નડિયાદ તાલુકાના ચકલાસી નજીક પરિણીતા પાસે 5 લાખના દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:તાલુકાના ચકલાસીની પરિણીતા પાસે તેના પતિ તેમજ સાસરીયાઓએ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતાં હતાં. જો કે રૂપિયાની માંગણી ના સંતોષાતા આખરે પતિ તેમજ સાસરીયાઓએ મારઝુડ કરી હતી. અને તીન તલ્લાક બોલી ઘર બહાર કાઢી મૂકી હતી. અંગે પરિણીતાએ ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે પતિ તેમજ સાસરીયાઓ મળી કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ખેડામાં રહેતાં ફારૂકભાઈ ગનીભાઈ વ્હોરાની પુત્રી ફરહિનબેનના લગ્ન દોઢેક વર્ષ અગાઉ નડિયાદ તાલુકાના ચકલાસીમાં આવેલ હોળીચકલા વિસ્તારમાં રહેતાં આસીફભાઈ ઈકબાલભાઈ વ્હોરા સાથે જ્ઞાતિના રીતીરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન કરી સાસરીમાં આવેલી ફરહીનબેન સાથે શરૂઆતના મહિના સુધી પતિ તેમજ સાસરીયાઓએ સારો વ્યવ્હાર રાખ્યો હતો. જો કે જે બાદ સાસુ યાસ્મીનબેન ઘરના કામકાજ બાબતે મ્હેણાટોણા મારી ફરહિનબેન સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. સાસુની ચઢામણીથી zપતિ આસીફ પણ ફરહિન સાથે ઝઘડો કરી શારીરીક અને માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. જો કે તેઓને સંતાનમાં આફરીન (હાલની ઉંમર માસ) નામની પુત્રી હોઈ ઘરસંસાર ના બગડે તે માટે ફરહિનબેન પતિ તેમજ સાસુનો ત્રાસ મુંગા મોઢે સહન કરતાં હતાં. તેમ છતાં ફરહિનબેનને તેના માવતરના ઘરેથી પાંચ લાખ રૂપિયા લાવવા માટે સાસુ યાસ્મીનબેન અવારનવાર દબાણ કરતાં હતાં. જે રૂપિયાની માંગણી પુરી ના થતાં પતિ તેમજ સાસુએ ભેગા મળી ફરહિનબેન સાથે ઝઘડો કર્યો હતો. તેમજ પતિ આસીફના અગાઉ લગ્ન થયા હોઈ તે અગાઉની પત્નિ સાથે ફોન પર વાતો કરતો રહેતો હતો. અને જો બાબતે ફરહિનબેને ઠપકો આપે તો આસીફ તેની સાથે મારઝુડ કરતો હતો. ઉપરાંત તેમના ઘર નજીક રહેતાં કાકા સસરાં સીદ્દીકભાઈ વ્હોરા તેમજ તેમના બંને દિકરાઓ ઈરફાનભાઈ અને સમીરભાઈ ભેગા મળી ફરહિનબેન વિરૂધ્ધ તેના પતિ આસીફને ચઢામણી કરતાં હતાં. જેથી આસીફ મારઝુડ કરી ફરહીનને તેના પિયર જતા રહેવા માટે કહેતો હતો.

(5:14 pm IST)