Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મેઘરજમાં પરમીટ વગર રેતીની ચોરી કરનાર શખ્સને મામલતદારની ટીમે ટ્રક સાથે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો

મેઘરજ: શહેરમાં વગર પરમીટે રેતીનું વહન બેરોકટોક રીતે થઈ રહ્યું છે. આજે એક ઓવરલોડ રેતી વહન કરતો ટ્રક મામલતદારે ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

મેઘરજ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં રેતીકપચી અને કાંકરાનું ખનન કરી વગર પાસ પરમીટે ટ્રક અને ડમ્પરો દ્વારા બીજા અન્ય જિલ્લા અને રાજસ્થાનમાં ઘુસાડવાનું વ્યાપક પ્રમાણમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. તેવી બાતમી મેઘરજ મામલતદારને મળતાં મેઘરજ મામલતદાર કચેરીના ના. પુરવઠા મામલતદાર એન. એમ. ચૌધરીએ મેઘરજ માર્કેટ યાર્ડના તોલપામ થાકામાં એક રેતી ભરેલો ગેરકાયદે ટ્રક વજન કરાવી રહ્યો છે તેવી બાતમી મળતાં નાયબ પુરવઠા મામલતદાર એન. એમ. ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ઓવરલોડ રેતી ભરેલા ટ્રકને ઝડપી લીધો હતો. ટ્રક રોટલ્ટી પાસ વગર પરીવહન કરતો હતો. જેથી ના. પુરવઠા મામલતદારે ટ્રકને ઝડપી મેઘરજ પોલીસ મથકે મોકલી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવા લેખીતમાં આપ્યું હતું. ટ્રક ડ્રાયવરને પુછપરછ કરતાં રોયલ્ટી પાસ નથી તેવું જણાવતાં ટ્રકને મેઘરજ પોલીસ મથકે મોકલી આપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)