Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

બનાસકાંઠામાં ફરજ બજાવનાર આરોગ્ય કર્મીઓ પર ઓચિંતી ચેકીંગ હાથ ધરાઈ: ત્રણ સરકારી ડોક્ટરોને સસ્પેન્ડ કરાતા સમગ્ર તંત્રમાં ખળભળાટ

બનાસકાંઠા: જિલ્લામાં નવનિયુક્ત આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા આરોગ્ય ની સેવાને સુલભ બનાવવા માટે અને આરોગ્ય કર્મીઓ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવે તે માટે ઓચિંતી ચેકીંગ ઝુબેશ સહિત ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ને ધ્યાને આવતા તેમને સરકારી તબીબોની પ્રાઇવેટ પ્રેક્ટિસને ઝડપી પાડવા માટે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરી હતી. તેમની ચેકીંગ ઝુબેશમાં ત્રણ સરકારી તબીબ ખાનગી પેક્ટિસને ઝડપી પાડવા માટે  વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરી હતી. તેમની ચેકીંગ ઝુંબેશમાં ત્રણ સરકારી તબીબ ખાનગી પેક્ટિસ કરતા ઝડપાઇ ગયા હતા જેમાં લવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.પ્રકાશભાઇ સુવાભાઇ રાજપુત અને મલ્ટીપર્પજ હેલ્થ વર્કર અજય કાનજી રાજપુત ખાનગી ક્લિનિકમાં લોકોને સારવાર આપના જિલ્લા આરોગ્ય અધિકારીના હાથે ઝડપાઇ ગયા હતા તેમજ વડગામ તાલુકા વરણાવાડાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો.સ્વાતિ પોપટલાલ મેવાડા જે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં ખાનગી દવાખાનું ચલાવતા હોય તેમજ ડીસા તાલુકાના માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હમીરદાન વી.ગઢવી પણ ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાઇ ગયા હતા.

(5:11 pm IST)