Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વડોદરામાં કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ ભાઈને અદાલતે આજીવન કેદની સુનવણી કરવામાં આવી

વડોદરા: શહેરમાં કૌટુંબિક બહેન પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દેનાર આરોપી સામેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. આરોપીએ ભાઇ-બહેનના પવિત્ર સંબંધ પરથી વિશ્વાસ હટી જાય તેવું કૃત્ય કર્યું હોવાનું નોંધી અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ અંગેની વિગત એવી છે કે, પાદરા નવીનગરી કોયણા ગામમાં રહેતાં નિમેશ અમરસંગભાઇ પઢિયાર ગત જુલાઇ ૨૦૧૭માં કૌટુંબિક બહેન જેની ઉંમર માત્ર ૧૪ વર્ષની છે. તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે કિશોરીને ચાર મહિનાનો ગર્ભ  રહી ગયો હતો. કૌટુંબિક બહેને પોતાના માતા-પિતાનું છત્ર ગુમાવ્યું હોય નિઃસહાય હાલતમાં હોવાનું જાણવા છતાંય આરોપીએ તેને ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશ એચ.આઇ. ભટ્ટે આરોપીને કસુરવાર ઠેરવીને આ જીવન કેદની સજા કરી છે.

(5:10 pm IST)