Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વડોદરા: ગોત્રીની સિવિલ હોસ્પિટલ સામે કાર ચાલકને ઝોલું આવી જતા પાંચ ટુવ્હિલરોને હડફેટે લીધા: દુકાનદાર પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત: કાર ચાલકની ધરપકડ

વડોદરા: શહેરમાં ગોત્રીની સિવિલ હોસ્પિટલ સામે આજે નમતી બપોરે બેકાબૂ બનેલી કારે પાંચ ટુ વ્હિલરનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો.પોલીસે કાર ચલાવતા વીજકંપનીના એન્જિનિયરની ધરપકડ કરી છે.

ગોત્રી સિવિલ હોસ્પિટલ સામે આજે બપોરે પસાર થતી કારના ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઇડ આવીને પાર્ક કરાયેલી પાંચ બાઇક પર ફરી વળી હતી.ધડાકો સાંભળી લોકો ગભરાઇ ગયા હતા અને નાસભાગ મચી હતી.

વખતે ફરસાણના દુકાનદાર બાબુભાઇ બારોટ અને તેમના પુત્ર ગૌરાંગને પણ કારની ટક્કરથી ઇજા થઇ હતી.જ્યારે,નાસ્તો લેવા આવેલા ગ્રાહક મહેન્દ્રસિંહને પણ ઇજા થઇ હતી. ઉપરાંત ટેબલો પણ ફંગોળી દીધા હતા.

(5:09 pm IST)