Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અમદાવાદના સાણંદ રોડ પર પૈસાની લેતીદેતી મામલે ઓફિસ ધરાવતા શખ્સ પર વૃધ્ધે ગોળીબારી કરતા ચકચાર મચી જવા પામ્યો: ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: શહેરના સાણંદ રોડ પર ઉલારીયા ખાતે રહેતા પ્રકાશ કે.રાવલ (69)ના દિકરા અને તેના ભાગીદાર સાથે ઈસ્કોન મોલ સામે ઓફિસ ધરાવતા શખ્સ વચ્ચે પૈસાની લેવડદેવડ થઈ હતી.

પૈસા મામલે પ્રકાશ રાવલને ધમકી મળતા તેણે ઈસ્કોન મોલ સામે આવેલી પ્રિતેશ .શાહની ઓફિસમાં જઈને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને હવામાં ગોળીબાર કરતા ફફડાટ ફેલાયો હતો. અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરાતા સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

બાદમાં પોલીસે પ્રકાશ રાવલની ધરપકડ કરી હતીપ્રિતેશ શાહે તેના મિત્ર સ્ટીવન ટેકરીવાલા સાથે બનાવના આગલા દિવસે પ્રકાશ રાવલની વાત કરાવી હતી જેમાં સ્ટીવને રાવલને ધમકી આપી હોવાનું કહેવાય છે. પોલીસે અંગે પણ તપાસ હાથ ધરી છે

(5:08 pm IST)