Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પૈસા આપો પણ ટિકિટ નહીં મળે! સુરતની સિટી બસમાં કન્ડક્ટરની ગેરરીતિ : દિનેશ કાછડિયાનો મોટો આરોપ

કાછડિયાએ બસમાં બેસીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો

સુરત : પૈસા આપો પણ ટિકિટ નહીં મળે! સુરતની સિટી બસમાં આવું જ કંડક્ટરોનું ખાતું ચાલતું હોવાનું સામે આવ્યું છે. સુરત સિટી બસમાં કંડક્ટરો ગેરરીતિ આચરતા હોવાનો દિનેશ કાછડિયાએ આક્ષેપ કર્યો છે. કાછડિયાએ બસમાં બેસીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.

કાછડિયાનો આક્ષેપ છે કે કંડક્ટરો મુસાફરો પાસેથી ટિકિટના પૈસા તો ઉઘરાવે છે. પરંતુ બદલામાં ટિકિટ આપતા નથી. જો કાછડિયાના આક્ષેપ સાચા હોય તો આવા કટકીબાજ કંડક્ટરો સામે કાર્યવાહી ક્યારે થશે? ટિકિટ વગરના મુસાફરોને દંડ કરવામાં આવે છે.

(2:00 pm IST)