Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમદાવાદ આરટીઓમાં છત છ મહિનામાં બીજીવાર તૂટી પડતા અફરાતફરી: પંખા - પીઓપીને નુકસાન

ઇમારત જૂની હોવા ઉપરાંત આરટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદ આરટીઓમાં છત તુટી પડતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા છ માસમાં બીજી વખત છત તુટી પડી હતી જેના કારણે પંખા અને પીઓપીને નુકસાન થયુ હતુ. જોકે સદનસિબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. આરટીઓની ઇમારત વર્ષો જૂની હોવાના કારણે આરટીઓ દ્વારા અનેકવાર નવી જગ્યા ફાળવવાની રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈપણ પ્રકારના નકર પગલા ભરવામાં આવતા નથી

  આરટીઓમાં મોટી સંખ્યામાં અરજદારો આવે છે આરટીઓની ઇમારત જૂની હોવા ઉપરાંત આરટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. સ્વચ્છતાના નામે આરટીઓ હમેશા મીંડુ રહ્યું છે.

(10:34 pm IST)