Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પ્રોફેસર સ્મિતા જોષીને પીએચડીની પદવી મળી

૨૫ વર્ષથી સામાજિક ક્ષેત્રે સક્રિય

અમદાવાદ, તા.૩૦ : અમદાવાદની એમ.બી. પટેલ રાષ્ટ્રભાષા આર્ટસ અને કોમર્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા એસોસીએટ પ્રોફેસર સ્મિતા રૂચિર જોષીના અમદાવાદની ગુજરાતી અને બિનગુજરાતી સ્ત્રીઓના સશક્તિકરણનો તુલનાત્મક અભ્યાસ વિષય પરના સંશોધનને ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી તેમને પીએચડીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેઓએ ડૉ.આડેદરા માલદેવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે. ડૉ.સ્મિતા જોષી શૈક્ષણિક અને સમાજિક ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે. સેવાવસ્તીમાં, સ્ત્રી જાગૃતિના ક્ષેત્રે, બનાસકાંઠાના દિયોદર વાવ તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે સક્રિયતાથી પ્રવૃત્ત છે. અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા સેતુની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

(8:29 pm IST)