Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સુરતના માંડવી નજીક ટેમ્પો-રીક્ષા વચ્ચે જીવલેણ અકસ્માત: 5 મોતને ભેટ્યા: 2 ને ગંભીર ઇજા

સુરત: જિલ્લાનાં માંડવી તાલુકાનાં હરિપાલ ગામની સીમમાં વહેલી સવારે પુરઝડપે જતા ટેમ્પાનાં ચાલકે પાસેથી આવતા છકડા રીક્ષાને અડફટે લઈ રોડની સાઈડે કચડી દેતા છકડા રીક્ષામાં બેઠેલા ૧૦થી ૧ર મુસાફરો પૈકી મહિલા સહીત પાંચ કામદારનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય જણાને સારવાર માટે સુરત હોસ્પિટલમાં  દાખલ કર્યા છે. અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ભાગી ગયો હતો. મરનાર માંગરોળ તાલુકાનાં ડુંગરી ગામેથી કીમ ચાર રસ્તા કામ ઉપર જવા છકડા રીક્ષામાં નીકળ્યા હતા.

માંગરોળ તાલુકાનાં ડુંગરી ગામેથી તેમજ વેશકૂઈ અને રતોલા ગામેથી  કીમ ચાર રસ્તા ખાતે મજૂરી કામ જતા ૧૦થી ૧ર જણા છકડો રીક્ષા (નં.જીજે.૧૯.યુ.૯૬૫૮)નાં ચાલક સલીમ હાસનભાઈ શાહ સાથે બેસીને ગુરુવારે સવારે વાગે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન માંડવીથી કીમ જતાં સ્ટેટ હાઈવે પર કરંજ હરિપાલ બસ સ્ટેન્ડ પાસે સામેથી પુરઝડપે આવતો ટેમ્પો (નં.જીજે.૧૯.યુ.૩૯૦)નાં ચાલકે છકડા રીક્ષાને સવારે વાગ્યે સામેથી અથડાવી રોડની સાઈડે ધકેલી દઈ છકડા રીક્ષાનાં કચ્ચરધાણ કરી દઈ ટેમ્પામાંથી ચાલક ઉતરી ભાગી ગયો હતો.

(5:34 pm IST)