Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગાંધીનગરને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની ઝુંબેશ શરૂ: સે-22ની વિવિધ દુકાનોમાંથી 105 કિલોનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર: શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે જે અંતર્ગત શહેરમાં પ૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે શહેરના સે-રરમાં આવેલી દુકાનમાં મસાલામાં વપરાતાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે કોર્પોરેશનની ટીમે દરોડો પાડી ૧૦પ કીલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી લીધો હતો.   

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવાનું સપનું છેલ્લા ઘણા વર્ષોથી જોવાઈ રહયું છે પરંતુ શહેરમાં યેનકેન પ્રકારે વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં સપનું રોળાઈ રહયું છે. કોર્પોરેશન દ્વારા વિધિવત રીતે જાહેરનામું બહાર પાડીને પ૦ માઈક્રોનથી નાની પ્લાસ્ટીકની બેગ કે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો હોવા છતાં ઘણા વેપારીઓ હજુ પણ આદેશનું પાલન કરતાં નથી ત્યારે કોર્પોરેશન દ્વારા અવારનવાર પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને પકડવા માટે તપાસ કરવામાં આવતી હોય છે. 

(5:36 pm IST)