Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કપડવંજ ડીવીજન સ્ક્વોડે નકલી દારૂ બનાવનાર ફેકટરીમાં બાતમીના આધારે રેડ પાડી: બેની ધરપકડ

ખેડા:જિલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગની સુચના અનુસાર દારુ,જુગાર નેસ્તનાબુદ કરવા કડક સુચના આપવામાં આવી છે.જે અનુસંધાને કપડવંજ ડીવીઝન સ્કોર્ડ ખેડા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન બાતમીના આધારે ખેડાના એક વિસ્તારમાં રેડ પાડી હતી.

કપડવંજ ડીવીઝન સ્કોર્ડે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ખેડા પાસે આવેલ ઇન્દિરા નગરી વિસ્તારમાં રહેતો અર્શદહુસેન ગુલામરસુલ ખલીફા તેના ઘરમાં નકલી ભારતીય બનાવટનો વિદેશી દારુ બનાવી બોટલમાં ભરી વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઇન્દિરા નગર વિસ્તારમાં રેડ પાડતા જશ્બાતહુસેન અર્શદહુસેન ખલીફા,અર્શદહુસેન ગુલામરસુલ ખલીફા બંને રહે ઇન્દિરા નગરી એચ.એન્ડ ડી હાઇસ્કુલની પાછળ,સંજય નટુભાઇ તળપદા રહે મહેમદાવાદ ગ્રીડ પાછળ ને ઝડપી પાડયા હતા.

 

(5:31 pm IST)