Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સરકારે કુલ ર,૧૯,ર૦૪ પૈકી ર૪પ૮૧ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી : નોંધણીની મુદત વધારવાની વિચારણા

ચૂકવણાની ગતિ ધીમી : ૪૬૦ ખેડૂતોને ૪પ૬ લાખ ચુકવાયા

રાજકોટ, તા., ૩૦: રાજય સરકારે નાગરીક પુરવઠા નિગમને નોડલ એજન્સી બનાવી ૧પ નવેમ્બરથી રાજયના ૧રર કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. આજે મગફળી વેચવા માટે ઓનલાઇન નોંધણીનો છેલ્લો દિવસ છે. સરકાર દ્વારા નોંધણીની મુદત વધારવા વિચારણા થઇ રહી છે.

આજે બપોર સુધીમાં કુલ ર,૧૯,૧૯૭ ખેડુતો મગફળી વેચવા માટે નોંધાયેલા જેમાંથી ર૪,પ૮૧ ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવી છે. નોંધાયેલા પૈકી ૧,૯૪,૬૧૬ ખેડુતો પાસેથી મગફળીની ખરીદીની પ્રક્રિયા બાકી છે. કુલ ૪૯૦૯૮૮.પર કિવીન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. જેની બજારકિંમત ર૪પ કરોડ જેટલી થાય છે. ૪૬૦ ખેડુતોને ૪પ૬ લાખ રૂપીયા ચુકવી દેવામાં આવ્યા છે. ચુકવણાની પ્રકિયા  ખુબ ધીમી છે.

(5:29 pm IST)