Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભણતરનો 'ભાર' ઘટાડવા શિક્ષકે વિદ્યાર્થીને રોજ બેગમાં શું લઇને આવવું તે કહેવું પડશે

સ્કુલમાં દરરોજ તમામ બાળકોની બેગનું વજન કરવું શકય નથીઃ શાળાઓ શિક્ષણ વિભાગના માર્ગદર્શનની રાહમાં

અમદાવાદ તા ૩૦ : ભાર વિનાના ભણતરના મુદ્ે તાજેતરમાં સરકારે પરિપત્ર તો જાહેર કરી દીધો પરંતુ શાળા સંચાલકો તેનો અમલ કઇ રીે કરે તે બાબતે અસમંજસ છે. શિક્ષકોનું માનવું છે કે મોટી સંખ્યામાં આવતા બાળાકોના દફતરનું વજન જોવા બેસે તો ભણાવવાનું કામ કયારે કરે. કેન્દ્રીય માનવ સંસોધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓના દફતરને લઇને પરિપત્ર કર્યા પછી તરત જ ગુજરાતના શિક્ષણ વિભાગે તાત્કાલીક અમલી બને તે રીતે દફતરના વજન માટેનો પરિપત્ર કરી દીધો છે. પણ વિદ્યાર્થીઓના દફતરના વજનનું મોનિટરિંગ કઇ રીતે કરવું તેની પધ્ધતિ હજુ સુધી શિક્ષણ વિભાગ નકકી નહી કરી હોવાના કારણે દફતરનું વજન માપવા શૂં કરવું તે બાબતે ડીઇઓ માટે શાળા સંચાલકો તરફથી માર્ગદર્શન અને પુછપરછના કલાસ ચાલી રહ્યા છે.

શાળાઓમાં ભણાવતા પહેલા દફતરનું વજન થઇ શકે છે.રાજભરમાં ૪૪૦૯ર જેટલી સ્કુલો છે તે તમામને તેમને મળતી સાધન સહાયની રકમમાંથી ડિજીટલ વજનકાંટો ખરીદવાનો રહેશ રાજયના શિક્ષણ વિભાગે  વિદ્યાર્થીઓના વજન કરતાં ૧૦ ટકાથી વધુ દફતરનું વજન ન હોવું જોઇએ તેવો પરિપત્ર તો કરી દીધો છે, જેના કારણે દરેક શાળાએ તાત્કાલીક ધોરણે વજનકાંટો વસાવવા માટે મંજુરી માગી છે. રાજયની તમામ ૪૪૦૯૨ જેટલી સ્કૂલોએ ડિજિટલ વજનકાંટો વસાવવો તે બાબતે સરકાર ભલે આગળ વધી રહી હોય પરંતુ વાસ્તવિક રીતે આ બાબતે અમલ કરવો અઘરો છે.

શાળાઓમાં ભણાવતા પહેલાં દફતરનું વજન થઇ શકે છે, પરંતુ તેના માટે સમય કયાંથી લાવવો. સામાન્ય રીતે કોઇપણ કલાસનો વિદ્યાર્થી ભણવા માટે સ્કૂલબેગ તૈયાર કરે તેમાં છ થી સાત વિષયના પુસ્તક, તેની સાથે જે તે વિષયની નોટબુક માર્ગદર્શિકા, સ્વાધ્યાય પુસ્તિકા, કંપાસ, પાણીની બોટલ અને એકિટીવિટીના સાધનો, વિદ્યાર્થીકટ ટુ કટ આ બધી વસ્તુઓ સ્કૂલબેગમાં ભરે તો પણ  આ વજન ૨૦ ટકા જેટલું થઇ જાય. તેથી દફતરનું વજન ઘટાડવું હોય તો વ્યવસ્થિત પણ ટાઇમ ટેબલ સેટ કરવું પડે અને દરરોજ સાતના બદલે ત્રણ વિષયો વારાફરતી ભણાવવા પડે,જેથી વિદ્યાર્થીને પુસ્તક અનેન નોટબુકનો ૫૦ ટકા ભાર આમ જ ઓછો થાય.

સ્કૂલો વિદ્યાર્થીઓના દફતરમાંથી આ પ્રકારના ટાઇમ ટેબલથી દફતરનું વજન ઘટાડશે કે કેમ તે શંકા શિક્ષણ વિભાગને જ છે. આવી સ્થિતિમાં વ્યાપક પ્રમાણમાં મોનિટરિંગ કરવામાં ન આવે તો દફતરના પરિપત્રનું પાલન થવું અઘરૂ છે.

(3:52 pm IST)