Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સેલવાસના નરોલી ગામે કામવાસનામાં ચકચૂર આધેડ સસરાએ પુત્રવધુ પર ગુજાર્યો બળાત્કાર

સેલવાસના નરોલી ગામે આધેડ સસરાએ પુત્રવધુ પર બળાત્કાર ગુજાર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ઓમ પ્રકાશ યાદવ ૫૦ સેલવાસના નરોલી ગામે રહેતા આધેડ સસરાએ કામવાસનામાં ચકચુર બની પુત્રવધુ પર બળાત્કાર ગુજાર્યાની ઘટના બનતા પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી છે.

  પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેલવાસ નજીકના નરોલી ખાતે એક પરિવાર રહે છે. પરિવારના યુવાન બિમાર થઈ જતાં તેને સારવાર માટે માદરે વતન લઈ જવાયો હતો. ઘરે યુવાનની પત્ની કામીની (નામ બદલ્યું છે.) (ઉ.વ.૧૯) અને કામીનીના સસરા ઘરે એકલા હતા. થોડા દિવસ અગાઉ આધેડ વયના સસરાએ કામવાસનામાં ચકચુર બની પોતાની પુત્રવધુ કામીની પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સહિત લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

(12:35 pm IST)