Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમદાવાદની એપીએમસી માર્કેટમાં બટાકાની બમ્પર આવક ;ભાવ ઘટતા ખેડૂતોને નુકશાની

યોગ્ય ભાવનહિ મળતા વેપારીઓ -કોલ્ડ સ્ટોરેજના માલિકોને મુશ્કેલી

અમદાવાદની એપીએમસી માર્કેટમાં બટાકાની બમ્પર આવક થઇ રહી છે બટાકાની વધતી આવકના કારણે બટાકાના ભાવ ઘટાડો નોંધાયો છે.ભાવ ઘટતા ખેડૂત અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને બટાકાનો યોગ્ય ભાવ મળતો નથી જેથી ખેડૂત અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે.

   દિવાળી બાદ અમદાવાદના માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં બટાકાની આવક થઈ છે. જેના કારણે બટાકાના ભાવ તળીયે બેસી ગયા છે જેથી વેપારીઓને રોવાનો વારો આવ્યો છે.

અમદાવાદની એપીએમસી માર્કેટમાં પ્રતિદિન 72થી74 ટ્રક બટાકાની આવે છે. જેથી બટાકા 4 રૂપિયાથી લઈને 11 રૂપિયા પ્રતિ કિલોએ જોખાઈ રહ્યા છે. બટાકાના ભાવમાં ઘટાડો થવાના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વેપારીઓની માગ છે કે, બટાકાના ભાવને સ્થિર કરવા સરકારે યોગ્ય નીતિ ઘડવી જોઈએ.

(8:50 am IST)