Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજપીપળા નજીકના ભદામ ચિત્રાવાડી ગામ વચ્ચે શેરડી ભરેલી ટ્રક માર્ગ પર પલટી મારતા ટ્રાફિકજામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોઇચા તરફથી શેરડી ભરી આવતી એક ટ્રક રાજપીપળા નજીકના ભદામ અને ચિત્રાવાડી ગામ વચ્ચે માર્ગ ઉપર જ પલટી મારી જતા ટ્રકમાં ભરેલી શેરડી આખા માર્ગ ઉપર પથરાઈ જતા ત્યાંથી આવતા જતા વાહનો થંભી પડતા ટ્રાફિક જામ થયો હતો.જોકે રાત્રે આ માર્ગ ઉપર એકદમ અંધારું હોવાના કારણે એક બે બાઈક સવારો પણ માર્ગ ઉપર પથરાયેલી શેરડી જોઇ ન શકતા બાઈક સાથે માર્ગ ઉપર પડ્યા હતા.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી છે.

(9:59 pm IST)