Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભાજપ દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ કોરોના સંક્રમિત : ટવીટ કરી જાણકારી આપી

ચાર દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થતા હોમ આઈસોલેટ થયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.ત્યારે આ મહામારીમાં સત્તાધારી પક્ષના વધુ એક રાજનેતા ઝપેટમાં આવ્યા છે.ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ ઘાતક મહામારીની ઝપેટમાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા પરિવારજોનામાં ચિંતાનું મોજુ ફેલાયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નેતાએ ટિ્‌વટ કરીને જાણકારી આપી હતી કે મારા સંપર્કમાં આવેલા તમામ વ્યકિતોએ સાવચેતી રાખવી જરૂરી છે. અને તપાસ કરાવો, નોંધનીય છે કે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે.

 રજની પટેલે ટિ્‌વટમાં લખ્યું છે કે મારો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે, હું ચાર દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયો છું, હાલ સારવાર હેઠળ છું અને હોમ આઈસોલેટ થયો છું. ભગવાનની કૃપાથી મારું સ્વાસ્થ્ય સારુ છે. ત્યારે બીજી તરફ આ સમયગાળા દરમ્યાન મારા સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને તકેદારી અને સાવચેતી રાખવા માટેનો મારો ખાસ અનુરોધ છે.

(9:11 pm IST)