Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 1027 દર્દીઓ સાજા થયા : નવા 969 પોઝિટિવ નોંધાયા : વધુ 6 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,72,009 થઇ : મૃત્યુઆંક 3714 થયો : કુલ 1,55,105 લોકોએ કોરોનાને હરાવ્યો

છેલ્લા એક પખવાડિયાથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 218 કેસ, અમદાવાદમાં 181 કેસ, વડોદરામાં 114 કેસ, રાજકોટમાં 74 કેસ, ગાંધીનગરમાં 33 કેસ, જામનગરમાં 29 કેસ, બનાસકાંઠા અને મહેસાણામાં 26-26 કેસ, ભરૂચ અને નર્મદામાં 24-24 કેસ, પાટણ અને જૂનાગઢમાં 22-22 કેસ , સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે છેલ્લા પખવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આજે કોરોનાના નવા  969 પોઝીટીવ  કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,72,009 થઇ છે  આજે વધુ 1027 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,55,105 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3714 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં  987 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3714 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,190 છે જેમાંથી વેન્ટીલેટર પર 62  દર્દીઓ છે,જ્યારે 13, 128 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  90, 17 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 51,657 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 60,02,273 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,પાટણમાં 1,અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 969 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 218 કેસ,અમદાવાદમાં 181 કેસ, વડોદરામાં 114 કેસ,રાજકોટમાં  74 કેસ, ગાંધીનગરમાં 33 કેસ,જામનગરમાં 29 કેસ બનાસકાંઠા અને મહેસાણામાં 26-26 કેસ, ભરૂચ અને નર્મદામાં 24-24 કેસ,પાટણ અને જૂનાગઢમાં 22-22 કેસ , સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા  છે

(7:39 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST