Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

થરાદ તાલુકાના બુકણા ગામમાં માતાની નજર સમક્ષ પ્રેમીએ દોઢ વર્ષીય પુત્રનું ગળું દબાવી મોતનેઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી

થરાદ:તાલુકાના બુકણા ગામની પરિણીતા પોતાના દોઢ વર્ષના પુત્ર સાથે પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ તેના પ્રેમીએ જેતડા ગામમાં જઈને માસુમ બાળકનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જ્યારે મૃત બાળકની લાશ સાથે પરિણીતા પોતાના પિયર પીરગઢ પહોંચતા તેણે ચોંકાવનારી ઘટનાની કબુલાત કરતાં પરિવારના લોકો ચોંકી ઉઠયા હતા. અંગે થરાદ પોલીસ મથકે બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પરિણીતા અને તેના પ્રેમી વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મુળ વાવ તાલુકાના બુકણા ગામના વતની ભરતભાઈ નાગજીભાઈ ઠાકોર પોતાની પત્ની મંજુલાબેન તથા દીકરો સંદીપ ઉર્ફે રવિ થરાદ તાલુકાના ચારડા ગામે એક દરબારના ખેતરમાં ભાગીયા તરીકે રહી પોતાનું ગુજરાન ચલાવતા હતા. હમણા નવરાત્રિ હોઈ ગત તા. ૨૪-૧૦-૨૦ ના રોજ માતાજીની પડલી ભરવા પોતાના ગામ બુકણા ગયા હતા. બીજા દિવસે તા. ૨૫-૧૦-૨૦ના રોજ સવારે પોતાના ગામથી પરત ફરતા વાવ બસ સ્ટેન્ડમાં બેઠા હતા. તે દરમિયાન મંજુલાબેન તેના પતિ ભરતભાઈને કહે કે આપણા દીકરા સંદિપ ઉર્ફે રવિના વાળ કપાવવા જાવું છે તેથી ત્રણે જણા વાળંદની દુકાને ગયા પણ રવિ ઉર્ફે સંદીપ રડવા લાગેલ અને વાળ કપાવા દીધા જેથી ત્રણે  લોકો પાછા ફરી ડેપોમાં બેઠા થોડીવાર પછી મંજુલાબેન પેશાબ જવાનું બહાનું બતાવી બાજુમાં આવેલ શૌચાલય તરફ તેમના દીકરા રવિ ઉર્ફે સંદીપને લઈ ગયા તેમાં ભોરડુ ગામનો ઉદાભાઈ અમીચંદ માજીરાણા મોટરસાયકલ લઈને ઉભો હતો અને મંજુલા અને દીકરાને લઈ મોટરસાયકલ પર બેસાડીને ભગાડી ગયો તેવામાં ભરતભાઈ બુમાબુમ કરતા ઉદા માજીરાણા ભગાડી ગયો. બાદમાં ભરતભાઈ પોતાના સાસરિયા પીરગઢ જઈને બધી વાત કરતા બધા લોકો મંજુલાબેન તથા ભરતભાઈનો દીકરો દોઢ વર્ષની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

(6:05 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST