Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વડોદરામાં નશાની હાલતમાં પત્નીને મારઝૂડ કરી ઘરખર્ચના પૈસા ન આપનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં દારૃ પીને પત્નીને મારઝૂડ કરતા તેમજ ઘર ખર્ચના રૃપિયા નહી આપતા પતિ વિરૃધ્ધ પત્નીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજવા રોડ વલ્લભ ટાઉનશિપમાં રહેતી ભાનુ નામની યુવતીના લગ્ન એપ્રિલ-૨૦૦૯ માં જયેશ સોમાભાઇ પરમાર (રહે. શ્રીજી આશ્રય ફ્લેટ કમલાનગર તળાવ પાસે આજવા રોડ) સાથે  થયા હતા. ભાનુબેને પોલીસ સમક્ષ ફરિયાદ કરી જણાવ્યું છે કે મારા પતિ ફતેગંજ ઇએમઇ ખાતે સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. મારા પતિ દારૃ પીવાની ટેવવાળા છે અને દારૃ પીને અવાર-નવાર મારઝૂડ કરે છે. જેથી મારા સાસુ-સસરાએ અમને અલગ  રહેવાનું જણાવતા  ત્રણ વર્ષથી અમે  અલગ રહીએ છે. દોઢ વર્ષથી મારા પતિ ઘરખર્ચના પૈસા આપતા નથી અને  એવું કહે છે કે તમારો ખર્ચો બહુ થાય છે તમે પિયરમાં જતા રહો. મારા પતિ  સામે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હવે હું દારૃ પીઉ નહી અને મારઝુડ પણ નહી કરૃ એવું  લેખિતમાં  મારા પતિએ આપ્યુ હતું અને સમજૂતીકરાર કરી મને તેડી ગયા હતા

(6:02 pm IST)