Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં 44 ડુપ્લીકેટ રસીદના આધારે 4.39 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર ર્ક્યા

વડોદરા: શહેરમાં અક્ષર ચોક ખાતે આવેલ કિરણ મોટર્સના રિલેશનશિપ મેનેજર સહિતની ટોળકી દ્વારા વડોદરા મહાનગર પાલિકાના કરવેરાની 44 ડુપ્લીકેટ રીશીપ્ટ થકી રૂપિયા 4.39 લાખની છેતરપિંડી આચરવામાં બનાવો જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયો હતો. ગુનામાં વોન્ટેડ રિલેશનશિપ મેનેજર અત્રેની અદાલતમાં પોતાની આગોતરા જામીન અરજી રજૂ કરતા અદાલતે તેને નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શોરૂમમાં કામ કરતા  રિઝવાન મન્સૂરી- (વાસણા રોડ) કેયુર ધામેચા - (ગોત્રી રોડ ) સાગર પોખરેલ -(  દિવાળીપુરા) રૂષભ શાહ - ( માંજલપુર) કૃણાલ સૂપ્પા - (પોલો ગ્રાઉન્ડ ) સુમિત કુમાર સિંધા - ( કલાલી ) દર્શીત  જોશી - (કારેલીબાગ)કેપ્રી શાહ - (વાડી) કૃણાલ ઓઝા - (આજવારોડ) દ્વારા કારની ખરીદી કરવા આવેલા જુદા જુદા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન કાર્પેટ ના રૂપિયા મેળવી લઈ બનાવટી રીસીપ્ટ બનાવી વડોદરા મહાનગર પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડી હતી. જેથી વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે જે.પી.રોડ પોલીસ મથકે  ભેજાબાજે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  

(6:01 pm IST)