Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સુરત ઉઘરાણીએ આવેલા મુંબઈના કાપડ દલાલ દંપતીને ઘરે બોલાવી વેપારીએ મારમાર્યો

સુરત,તા.૩૦ : શહેરમાં મારામારીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. પાંડેસરા-બમરોલી રોડ પર રહેતા કાપડ વેપારીએ રૂપિયાની ઉઘરાણી માટે આવેલ મુંબઇના કાપડ દલાલ દંપતીને પોતાના ઘરે બોલાવ્યા બાદ મારમારી મુંબઈના કાપડ દલાલની પત્નીની છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 મુંબઇ અંધેરી ઇસ્ટના સાકી નાકા નજીક ચીકીચોલ ખેરાની રોડ પર રહેતો કાપડ દલાલ સમયાંતરે સુરતના રીંગરોડ વિસ્તારની ટેકસટાઇલ માર્કેટમાં કાપડની ખરીદી કરવા માટે આવતો હતો. આ દરમ્યાન મુંબઈના કાપડ દલાલનો પરિચય ટેકસટાઇલ માર્કેટમાં કાપડ દલાલીનો વ્યવસાય કરતા ગણેશ વસંતરાવ દેવકર સાથે થયો હતો.

 જોકે સુરતમાં બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંને સાથે ધંધો પણ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઈના કાપડ દલાલ અને ગણેશ વચ્ચે નાણાંકીય લેતી દેતીના મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હતો. જોકે મુંબઈનો કાપડ દલાલ રૂપિયાની ઉઘરાણી કરતા સુરત દલાલ કોઈ જવાબ આપતો ન હતો. જોકે ગતરોજ મુંબઈ કાપડ દલાલ પત્ની સાથે સુરત ખાતે ટેકસટાઇલ માર્કેટમાં કાપડ ખરીદી કરવા આવ્યો હતો અને ગણેશ પાસે દલાલીના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી પણ કરી હતી.

 ઉઘરાણી માટે ફોન કરતા ગણેશે મુંબઈના કાપડ દલાલને પાંડેસરા-બમરોલી રોડ સ્થિત ક્રિષ્ણા ડેરી પાસે મળવા બોલાવ્યો હતો. મુંબઈના કાપડ દલાલ ક્રિષ્ણા ડેરી ખાતે પત્ની સાથે ગણેશને મળવા ગયો હતો. જયાં તેઓ વચ્ચે નાંણાકીય લેતીદેતીના મુદ્દે ઝઘડો થતા, ગણેશે મુંબઈના કાપડ દલાલને માર માર્યો હતો અને તેની પત્નીને ગાળો આપી સરેજાહેર અશ્લીલ હરકતો કરી હતી.

 આ મામલો બિચકાતા સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે મુંબઈના કાપડ દલાલની પત્નીએ સુરતના કાપડ દલાલ ગણેશ દેવકર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(12:55 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST