Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

મહેસાણાના મીઠા-સાંથલ રોડ પરના ONGC નજીક ઓઇલ કુવામાં વિસ્ફોટથી આગ ભભૂકી : ત્રણથી વધુ લોકોને ઈજા

એક ટ્રક અને ખેતર પણ આગની ઝપેટમાં

મહેસાણાના મીઠા-સાંથલ રોડ પર ઓઈલ કુવામાં આગ ભભૂકી છે ONGC નજીક ઓઇલ કુવામાં વિસ્ફોટથી આગ લાગી છે. એક ટ્રક અને ખેતર પણ આગની ઝપેટમાં આવ્યા છે  આ ઘટના દરમિયાન હાજર 3થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

 આ અંગે મળતી વિગત મુજબ મહેસાણાના  મીઠા-સાંથલ રોડ પર ઓએનજીસીના એક તેલના કુવામાં અચાનક વિસ્ફોટથી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની ઝપેટમાં ટ્રક અને નજીકના ખેતર આવી ગયા હતા. જેથી ત્યાં હાજર 3થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે લાયસન્સ હોસ્પિટલ ખસેડાયા હતા.

આગ લાગતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે

(11:58 pm IST)