Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

વડોદરામાં અતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કમાં પાણીની ટાંકીમાં ડૂબતા 12 વર્ષીય માસુમ બાળકનું કરૂણમોત

ખેડા જિલ્લાના મહુધાના પરિવારના 12 વર્ષીય હસન મન્સુરીનું મોત

વડોદરાઃ આજવામાં આવેલા અતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત થઇ ગયું છે, પરિવાર દિવાળીની રજાઓ માટે અહીયા આવ્યો હતો અને આવી ગોઝારી ઘટના બનતા તેમના પર આભ તૂટી પડ્યું છે, ખેડા જિલ્લાના મહુધાના પરિવારના 12 વર્ષીય હસન મન્સુરીનું મોત થઇ ગયાની ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો

જ્યારે તે કપડા બદલવા માટે ડાન્સિંગ ફૂવારા પાસે ગયો હતો ત્યારથી તે પરત આવ્યો ન હતો, બાદમાં તેની શોધખોળ શરૂ કરાઇ હતી, વારંવાર લાઉડ સ્પિકરમાં જાહેરાત કરાઇ હતી, પરંતુ બાળક પરત ન ફરતા તેનો પરિવાર ચિંતિત થયો હતો, અને અંતે પાણીની ટાંકીમાં તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો, આ પાણીની ટાંકી ખુલ્લી હોવાનું સામે આવ્યું છે,

(11:47 am IST)