Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કડી પોલીસ સ્ટેશનનો દારૂકાંડ મામલો :નરસિંહપુરા કેનાલમાંથી દારૂની 112 બોટલો મળી આરોપી પોલીસકર્મીની પૂછપરછમાં બોટલો મળી

કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ બુટલેગરો સાથે મળી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવડે કરવાના મામલો છેક ગાંધીનગરમાં આવતાં ડીઆઇજીની સૂચના આધારે ગાંધીનગર પોલીસે ઓચિંતી રેડ કરતાં પોલીસબેડામાં અફડાતફડી મચી ગઈ હતી પોલીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું ખુલ્યું હતું ત્યારે હવે વધુ બોટલો મળી આવી છે નરસિંહપુરા કેનાલમાંથી દારૂની 112 બોટલો મળી આવી છે આરોપી પોલીસકર્મીની પૂછપરછમાં બોટલો મળી હોવાનું જાણવા મળે છે સાંગર કેસની સીટની ટીમ તપાસ કરી રહી છે ગાંધીનગર ડીવાયએસપી એમ,જે, સોલંકીની ટીમ તપાસ કરી રહી છે.

(11:23 pm IST)