Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અંબાજીમાં હાથરસમાં બનેલી ઘટનાથી ભારે રોષ ફેલાયો : આવેદનપત્ર અપાયું

આત્મનિર્ભર સ્વદેશી અભિયાન, વાલ્મિકી સમાજ અંબાજી, સહિત વિવિધ હિન્દુવાદી સંગઠનએ આવેદન આપ્યું

અંબાજી:ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૯ વર્ષની યુવતી સાથે ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને ઢોરમાર માર્યો જેથી 14 દિવસ હોસ્પિટલ માં સારવાર દરમિયાન રાખ્યા બાદ તે યુવતીનું મોત નિપજયું હતું ત્યારે આ દુઃખદ ઘટના નો રોષ સમગ્ર ભારતમાં ભભૂકી ઉઠયો છે ત્યારે આજે મોડી સાંજે અંબાજી ખાતે પણ આત્મનિર્ભર સ્વદેશી અભિયાન, વાલ્મિકી સમાજ અંબાજી, સહિત વિવિધ હિન્દુવાદી સંગઠન દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર અપાયું હતું

 સરકાર આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ પર ઘટતા પગલાં લે અને તે ચારે નરાધમોને ફાંસી આપે તેવી માંગ અંબાજી ખાતે ઉઠી હતી અંબાજી ખાતે ન્યાય દો ન્યાય દો બેન મનીષા કો ન્યાય દો, આરોપીઓ ફાસી દો, બહેન મનીષા કે સમ્માન મે હમ સબ મેદાન મે જેવ અનેક નારાઓ સાથે અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ને આવેદનપત્ર પાઠવાયું હતું અને આ ઘટના વિરોધ માં રોષ ઠાલવાયો હતો ત્યારે આ કાર્યક્રમ માં આત્મનિર્ભર સ્વદેશી અભિયાનના તાલુકા અધ્યક્ષ જિતેન્દ્ર ગુર્જર, અરવિંદ અગ્રવાલ, હિન્દુવાદી સંગઠન માંથી રિતિક સરગરા, વાલ્મિકી સમાજના અગ્રણી વસરામ ભાઈ અને તરુણ મકવાણાસહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર મનીષા વાલ્મીકિને ન્યાય આપે તેવી માંગ કરી હતી..

(10:13 pm IST)