Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગુજરાતના અલ્પસંખ્યક અને વિકલાંગ સમુદાયના ૬૩ લાભાર્થીઓને રૂ..૧૦૪ લાખની લોનની રકમ ડી.બી.ટી. મારફત જમા કરાવાઇ

ગાંધીનગર : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર દ્વારા ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમના અલ્પસંખ્યક અને વિકલાંગ સમુદાયના લાભાર્થીઓના બેંક ખાતામાં સ્વરોજગારના નાના ધંધા/વ્યવસાય અને ઉચ્ચ અભ્યાસ માટે ઓનલાઇન ડી.બી.ટી. મારફતે લોન સહાય જમા કરવામાં આવી હતી.

રૂ..૧૦૪ લાખની લોનની રકમ ૬૩ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી હોવાનું નિગમની યાદીમાં જણાવાયુ છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી આર.એન.કુચારા અને હિસાબી અધિકારી શ્રી ડી. કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

(8:57 pm IST)