Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરતના વેસુમાં કોવીડ કેર સેંટરમાથી મધ્ય રાત્રીએ દર્દીએ મોતની છલાંગ લગાવતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના વેસુ ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં એક દર્દીએ મોડી રાત્રે મોતની છલાંગ લગાવી દીધી છે. કોરોનાની સારવાર માટે આવેલા દર્દીએ આપઘાત કરતા તંત્ર દોડતું થયું છે અને અન્ય કોરોનાના દર્દીઓમાં ગભરાટ ફેલાયો છે.

કોરોનાના દર્દીની સારવાર માટે વેસુ ખાતે આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. સારવારની વધુ જરૂર ન હોય તેવા દર્દીઓને આ સમરસ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે ડી વિંગ માં કોરોના ની સારવાર લઈ રહેલા 38 વર્ષીય એક દર્દીએ કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે.

સમરસ કોવિડ કેર સેન્ટરના એ ના બિલ્ડીંગ ખાલી છે. જ્યારે સી અને ડી બિલ્ડીંગમાં કોરોનાના દર્દીની સારવાર થઈ રહી છે. સમરસ કેર સેન્ટરમાં પહેલા સુરત મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવતી હતી. હાલમાં આ વિભાગની કામગીરી સુરત જિલ્લા પંચાયત હસ્તક કરવામાં આવી રહી છે.

(5:18 pm IST)