Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વડોદરામાં પુત્રીને મળી ઘરે પરત ફરતા પિતાને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ

વડોદરા: શહેરમાં પુત્રીને મળીને પરત ઘરે જતાં આધેડ વયના પિતાને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

માંજલપુર દરબાર ચોકડી પાસે સાંઈનાથ નગરમાં રહેતા મણીભાઈ ઝવેરભાઈ પરમાર ( ઉ.વ.૫૦) સિક્યુરિટી જવાન તરીકે અગાઉ નોકરી કરતા  હતા. પરંતુ કોરોનાના કારણે લોકડાઉન શરૃ થયા પછી તેમને નોકરી છોડી દીધી હતી. ગત ૨૫મી તારીખે તેઓ પુત્રીના ઘરે  માણેજા ગયા હતા. અને ત્યાંથી બપોરે પરત ઘરે આવવા નીકળ્યા હતા. મકરપુરા રોડ નોવિનો ત્રણ રસ્તા પાસે રસ્તો ઓળંગતા   સમયે અજાણ્યા વાહને મણીભાઈ અને અન્ય એક રાહદારી ભાવેશ પરમારને અડફેટે લેતાં   બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મણીભાઈનું  સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં નેશનલ હાઈવે ૪૮ પર ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક અજાણ્યા વાહનની અડફેટે ૪૫ વર્ષના આધેડનું મોત નિપજ્યું હતુ. જે અંગે હરણી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

(5:18 pm IST)