Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વડોદરામાં ઓપરેશનના ડરથી આધેડ રીક્ષા ડ્રાઈવરે વહેલી સવારે ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા: શહેરમાં સારણગાંઠના ઓપરેશનના ડરથી આધેડ વયના રીક્ષા ડ્રાયવરે વહેલી સવારે ઘરે ગળાફાંસો ખાઈને  આપઘાત કરી લીધો હતો.

માંજલપુર દરબાર ચોકડી પાસે સાંઈનાથ નગરમાં રહેતા શરદરાવ સંપતરાવ શીન્દે (ઉ.વ.૪૯) રીક્ષા ડ્રાયવીંગ કરે છે. ગતરાત્રે  તેમના પત્ની અને પુત્ર સાથે તેઓ સૂઈ ગયા હતા. સવારે સાડા સાત વાગ્યે તેમના પત્ની ઉઠયા અને જોયું તો તેમના પતિએ ફાંસો ખાઈ લીધો હતો. શરદરાવને નીચે   ઉતારી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતુ.

બનાવની તપાસ કરતા માંજલપુર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ સુરેશભાઈએ જણાવ્યું હતું કે શરદરાવે થોડા દિવસો પૂર્વે દાંડિયાબજારના એક ડોકટર પાસે રિપોર્ટ કઢાવ્યા હતા. રિપોર્ટ પછી ડોકટરે તેમને સારણગાંઠ અને ડાયાબિટીશનની બિમારી હોવાનું કહ્યું હતું. તેમજ સારણગાંઠનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.પરંતુ શરદરાવને ઓપરેશનનો ડર સતાવતો હતો. ગતરાત્રે તેમના ઘરે   આવીને સંબંધીઓએ પણ શરદરાવને સમજાવ્યા હતા. 

(5:17 pm IST)