Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વડોદરા: કાર-ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મદદે ગયેલ પોલીસની પીસીઆર વાનને ડમ્પરે હડફેટે લીધી

વડોદરા: શહેરમાં ગઈકાલે રાત્રે આજવા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાપોદ પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ પર દોડી ગઇ હતી આ દરમિયાન ડમ્પર ચાલુ ન થતાં પીસીઆર વાન ડમ્પરની પાછળ ઉભી રાખી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હતો. તે વખતે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કર ચાલકે પીસીઆર વાનને ટક્કર મારતા પીસીઆર વાનમાં બેસેલા કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે ટેન્કર ચાલકની બાપોદ પોલીસે  ગાડી નંબરના આધારે શોધખોળ હાથ ધરી હતી.

બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અન આર્મ્ડ હેડ કોન્સ્ટેબલએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે મોડી રાત્રે પીસીઆર ગાડીમાં ડ્રાઇવર એલઆરડી સાથે ફરજ પર હતા. તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે આજવા ચોકડી અમદાવાદ તરફ જતા એક કાર નો ડમ્પર ખાતે અકસ્માત થયો છે. 

(5:15 pm IST)