Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

નાંદોદના વેલછંડી ગામની સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ થતા માતાએ પોલીસનું શરણું લીધું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામની સગીર વયની દિકરી જેની ઉ.વ-૧૭, માસ-૦૯ રાતના આઠેક વાગ્યાના અરસામા ઘરેથી દુકાને જાઉ છુ તેમ કહી નીકળેલ જે દીકરીને મનોજ રમેશભાઇ તડવી,(રહે.વાવડી,તા.નાંદોદ,જી.નર્મદા) લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય અને મનોજના પિતાજી રમેશભાઇ નવલાભાઇ તડવી એ સગીરાની માતાને પોલીસ કેસ નહી કરવાનું જણાવી તમારી દિકરી તમને સોંપી દઇશુ તેમ કહી ભોગબનનાર સગીરા બાબતે સાચી હકિકત છુપાવી રાખી ગુનો કરવામા મદદગારી કરતા સગીરા ની માતાએ મનોજ રમેશભાઇ તડવી અને રમેશભાઇ નવલાભાઇ તડવી વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે. માં ફરિયાદ આપી છે.

(4:09 pm IST)