Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અમદાવાદમાં ૭૦૦ હોસ્પિટલ, ૧૮૫ ટયુશન કલાસ, ૪૫૦ રેસ્ટોરન્ટ પાસે ફાયરનું NOC નથી

ચીફ ફાયર ઓફિસર દસ્તુરનું કોર્ટમાં સોંગદનામું

અમદાવાદ, તા.૩૦: શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત નિપજયા બાદ પણ તંત્ર નિર્ભર જ રહ્યું છે. આજે પણ અમદાવાદ શહેરમાં ૭૦૦ હોસ્પિટલ પાસે ફાયર બ્રિગેડનું ફાયર સેફ્ટી અંગે નો ઓબ્જેકશન સર્ટીફિકેટ (NOC) નથી.

માત્ર હોસ્પિટલ જ નહી. પરંતુ જયા લોકો વધુ એકઠા થાય છે તે ૧૨૦૦ જેટલી રેસ્ટોરન્ટમાંથી ૪૫૯ રેસ્ટોરન્ટમાં પણ ફાયર એનઓસી નથી. આ સિવાય જો વાત કરીએ ટ્યુશન કલાસીસની તો, ૨૩૮૫ ટ્યુશન કલાસમાંથી ૧૮૫ ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટી અંગેનુ એનઓસી નથી. અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને આ વિગતો જાહેર કરી છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે કરેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરની અનેક હાઈરાઈઝ બિલ્ડગ આવેલી છે. જે પૈકી અનેક હાઈરાઈઝ બિલ્ડગમાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી.

(3:56 pm IST)