Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સુરતમાં 4 કરતા વધારે લોકો ભેગા થવા પર પ્રતિબંધ :સરઘસ કાઢવા પર પાબંધી લગાડાઇ: પોલીસ કમિશનરનો મોટો નિર્ણંય

કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું જાહેરનામું: 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સુરત શહેરમાં 4 કરતા વધારે લોકો ભેગા કરવા નહીં અને સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યું છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. જાહેરમાં નિકળતા પહેલા માસ્ક પહેરવું પણ ફરિજયાત કરી દીધું છે અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટે પણ અપીલ કરી છે. જો કે, સુરતમાં કોરોનાના કેસ સતત વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો માર્કેટ કે કોઈ પણ જગ્યાએ ટોળે ટોળા ભેગા થતા હોય છે અને તે લોકોના મોઢા પર ના તો માસ્ક હોય છે નાહીં તે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. સુરતમાં APMC માર્કેટ પાસે ટોળા ઉમટ્યા હતા અને શાક માર્કેટમાં કોવિડના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હતું. તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

(12:43 am IST)
  • બદલો લેવા માટે ચીનમાં કીન્ડર ગાર્ડનની એક શિક્ષિકાએ ૨૫ બાળકોને ઝેર આપવાના આરોપમાં તેને મોતની સજા આપવામાં આવી છે : એક બાળકનું મૃત્યુ થયુ હતુ : ૨૪ માંદા પડી ગયા હતા : આ શિક્ષિકાએ બાળકો અંગેની વ્યવસ્થા બાબતે પોતાના સહકર્મચારી સાથે માથાકૂટ થતા આ સહકર્મચારીના હાથ નીચે ભણતા બાળકો માટે બનાવાયેલ ખોરાકમાં ઝેર નાખ્યુ હતું access_time 11:25 am IST

  • બિહારની ચૂંટણીમાં ભાજપના હાલના અનેક ધારાસભ્યોની ટીકીટો કાપવા માટે ભલામણ થઈ છે : મોટો ખળભળાટ : ભાજપના જિલ્લા અધ્યક્ષોએ રાજયના કુલ ૩૦ હાલના વિધાનસભ્યોની ટિકીટો કાપવા ભલામણ કરતાં મોટો ખળભળાટ મચી ગયો છે : આ બધા લોકો ઉપરાંત ગઈ ચૂંટણીમાં ૨૫ થી ૩૦ હજાર મતે હારી ગયેલા ઉમેદવારોને પણ ટીકીટ નહીં આપવા ભલામણ થઈ છે access_time 11:22 am IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST