Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

હોય નહીં ! : અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કોરોના વળગ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર માસ્ક પહેર્યા વિના નીકળતા તેમને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરમિયાન કોરોના પ્રસરતા અમદાવાદમાં વધુ૧૫ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે. જ્યારે ૧૦ ને ક્લિયર કરી મુક્ત કરવામાં આવ્યા છે.   

(12:03 am IST)
  • ૨૦૨૧ની સાલમાં ૫૦૦૦ કરોડ રૂપિયામાં વધારાના એટી-૧ બોન્ડ્સ ઉભા કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડે મંજૂરી આપી છે access_time 4:11 pm IST

  • બદલો લેવા માટે ચીનમાં કીન્ડર ગાર્ડનની એક શિક્ષિકાએ ૨૫ બાળકોને ઝેર આપવાના આરોપમાં તેને મોતની સજા આપવામાં આવી છે : એક બાળકનું મૃત્યુ થયુ હતુ : ૨૪ માંદા પડી ગયા હતા : આ શિક્ષિકાએ બાળકો અંગેની વ્યવસ્થા બાબતે પોતાના સહકર્મચારી સાથે માથાકૂટ થતા આ સહકર્મચારીના હાથ નીચે ભણતા બાળકો માટે બનાવાયેલ ખોરાકમાં ઝેર નાખ્યુ હતું access_time 11:25 am IST

  • રાજયભરમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણ ઉપર દરોડા પાડવા તમામ કલેકટરોને સરકારનો આદેશ : રાજયના પુરવઠા વિભાગે તમામ જીલ્લા કલેકટરોને તેઓના કાર્યક્ષેત્રમાં ગેરકાયદે બાયો ડિઝલ બાબતે દરોડા પાડવા સુચનાઓ આપી છે : મામલતદાર, વેટ વિભાગ, પોલીસ અને ઓઈલ કંપનીના અધિકારીઓને સાથે રાખી દરોડાનો દોર શરૂ કરાશે : આજે સાંજે રાજકોટ કલેકટર દ્વારા આ બાબતે ૫ વાગ્યે એક તાકીદની બેઠકનું આયોજન થયાનું જાણવા મળ્યુ છે. access_time 4:02 pm IST