Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમરાઈવાડીના કોંગ્રેસી ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ડુંગળીનો હાર પહેરી ઉમેદવારી ફોર્મ ભર્યું

ડુંગળીના વધતા જતા ભાવનો વિરોધ કર્યો

અમદાવાદ : ગુજરાતની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે નામાંકન ભરવાની છેલ્લી તારીખ હોવાનાં કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ડુંગળીના વધતા જતા ભાવનો વિરોધ કર્યો હતો.

  ધર્મેન્દ્ર પટેલે ગળામાં ડુંગળીનો હાર પહેરીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને ડુંગળીના વધતા જતા ભાવનો વિરોધ નોંધાવ્યો હતો. વરસાદના કારણે ડુંગળીના પાકને વધારે નુકસાન થયું છે જેના કારણે માર્કેટમાં ડુંગળીની અછત સર્જાય છે. માગની સામે પુરવઠો ખૂબ ઓછો હોવાના કારણે દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

(1:11 am IST)