Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કાલથી રાજ્યમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

 

અમદાવાદ : કાલથી સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જેમાં સરકારે દર વખતની જેમ વખતે માર્કેટિંગયાર્ડને બદલે જે તે ગ્રામ પંચાયતમાં મગફળીની ખરીદી માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું છે

 જૂનાગઢ જિલ્લામાં 2.35 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે વર્ષે જે તે ગ્રામ પંચાયતમાં ખેડૂતોએ વી.સી.ને પોતાના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.જે ગામોમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નથી તેવા ગામોને આસપાસના લાગુ ગામ કે માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જવું પડશે. પરંતુ ખેડૂતોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનને લઇ મોટી મૂંઝવણ પણ સામે આવી છે. જેમાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય તેઓ ભય સતાવી રહ્યો છે. બીજી તરફ વધુ વરસાદના કારણે નબળી ગુણવત્તાના માલનું ઉત્પાદન થાય તો સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીમાં મગફળી સ્વીકારાય તો રજિસ્ટ્રેશન કરાવવાનો શું મતલબ તેઓ સવાલ ખેડૂતોમાં ઉઠી રહ્યો છે.

(11:57 pm IST)