Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદમાં મોડીસાંજે ભારે પવન ફુંકાયો : શહેરભરમાં 41 વૃક્ષો ધરાશાયી

 

અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાયોછે  ભારે પવનની સાથે ઝરમર વરસાદે અમદાવાદને જાણે હિલ સ્ટેશનમાં ફેરવી નાખ્યુ હોય તેવો અહેસાસ થયો. લોકોને ભારે પવન અને ઝરમર વરસાદી માહોલના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો.

 ભારે પવનના કારણે અમદાવાદના જુદા જુદા ઝોનમાં કુલ 41 વૃક્ષો તૂટી ગયા છે, જેમાં સેન્ટ્રલ ઝોન અને દક્ષિણ ઝોનમાં 5-5, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 વૃક્ષ, પશ્ચિમ ઝોનમાં 9 વૃક્ષ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 13 વૃક્ષ જ્યારે પૂર્વ અને ઉત્તર ઝોનમાં1-1 વૃક્ષ ધરાશાયી થયા છે.

(11:54 pm IST)