Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મેઘરજમાં ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

રિલાયન્સ ફાઉન્ડેશન પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીની ખેડૂત સભાસદો સાથે સાધારણ સભામાં 522 શેરધારક સહભાગી થયા

 

મેઘરજ : રીલાયન્સ ફાઉન્ડેશન પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી કંપની અરવલ્લી જિલ્લાના મેઘરજ ,માલપુર અને ભિલોડા તાલુકાના ૨૧ ગામોમાં ખેડૂત સભાસદો સાથે જોડાયેલ છે,જેની રચના ૨૦૧૬ માં કરવામાં આવી હતી,

  દર વર્ષની જેમ ચાલુ સાલે કેટલાક એજન્ડાને ધ્યાનમાં ચોથી વાર્ષિક સાધારણ સભાનું મેઘરજ જલારામ મંદિર હોલ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું , જેમાં ૫૨૨  શેરધારક સભાસદ સહભાગી થઈ  ચોથી વાર્ષિક સાધારણ સભાને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો 

  સાધારણ સભામાં ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના ચેરમેનશ્રી ભલાભાઈ દ્વારા વર્તમાન સમયમાં કંપનીની આર્થિક પરિસ્થિતિ તથા કંપનીને વધુ સક્ષમ કરવા માટે શેર સભાસદોની ભૂમિકા પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે ઘણા બધા શેરધારકોને સભાસદ તરીકેની ભૂમિકા સમજવાની જરૂર છે,કંપનીને આર્થિક રીતે પગભર કરવા માટે તેમનું યોગદાન અનિવાર્ય છે તે બાબત પર ભાર મૂકવાંમાં આવ્યો તથા આગામી સમયમાં કંપનીનું બિઝનેશ આયોજન પણ રજૂ કરવામાં આવ્યું હતું 

   ઉપરોક્ત સાધારણ સભામાં ઇફકો તથા એન.સી.ડી.એક્સ.ના પ્રતિનિધિ સહભાગી થઈ કંપનીને સક્ષમ બનવવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપવાની ખાત્રી આપી  હતી,પ્રસ્તુત સાધારણ સભામાં નવા કાર્યવિસ્તારના પ્રતિનિધિને શેરધારકોને અભિપ્રાયને આધારે  બી..ડી તરીકે નિમણૂક કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા મહિલાઓની પણ નોંધપાત્ર હાજરી રહી હતી.

(11:35 pm IST)