Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વડોદરાના વારશીયા-કારેલીબાગ-બાપોદ-રાવપુરા પોલીસ મથકની હદના અમૂક વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇ વધુ પાંચ વર્ષ માટે લંબાવાઈ

વિરમગામના ર૧ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇઓ પાંચ વર્ષ માટે લાગુ કરવા રાજ્ય સરકારનો નિર્ણય

 

અમદાવાદ : રાજ્ય સરકારે વડોદરા શહેરના અગાઉ અશાંત જાહેર કરાયેલા વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇઓ તા. -૧૦-ર૦૧૯થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. વડોદરા મહાનગરના વારશીયા, કારેલીબાગ, બાપોદ અને રાવપુરા પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ  અમૂક વિસ્તારોને જોગવાઇઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે

જોગવાઇઓને કારણે હવેથી વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગીમંજૂરી લેવાની રહેશે

મહેસૂલ વિભાગના તા. તા.૩૦--૨૦૧૪ અને તા. ૧૭-૧૦-૨૦૧૭ના જાહેરનામાથી વડોદરા શહેરના અમુક વિસ્તારોને ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફ્રોમ એવિકશન પ્રિમાઇસીસ ઇન ડિસ્ટર્બ એરીયા એક્ટ-૧૯૯૧ના અધિનિયમ હેઠળ અશાંત વિસ્તાર જાહેર કરેલ હતા અને જાહેર કરેલ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદિલી પૂર્વે કલેકટરની પૂર્વ મંજૂરીની જોગવાઇ છે.

  જાહેરનામાની અવધિ તા.૩૦--ર૦૧૯ના રોજ પૂર્ણ થતી હોઇ તા.-૧૦-ર૦૧૯થી વધુ પાંચ વર્ષ માટે વડોદરા શહેરના વિસ્તારોમાં અશાંૈત ધારાની મૂદત વધારવામાં આવી છે

  રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરના કેટલાક વિસ્તારોને પણ તા.-૧૦-ર૦૧૯થી પાંચ વર્ષ માટે અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે

વિસ્તારોમાં વિરમગામ શહેરના માંડલીયા ફળી, મુંદવાડ નાગરવાડા, શ્રાવકની શેઠ ફળી, ચાંદ ફળી, ગોયા ફળી, જય અંબેનો ડેલો, મોચી બજાર, મોઢની શેઠની શેરી, પારેખ ટીંબા, કંસારા બજાર, વીસલપરાનો વાસ, હરજી પારેખનો ખાંચો, ભાવસારનો વાડો, નાનો ભાટવાડો, રામ મહેલ મંદિર વિસ્તાર, પસાઢબુનો ડેલો, હરિજન વાસ, ચમાર વાસ, સામાસુર્યા, જૂની પોલીસ લાઇન, રામવાડી સિદ્ધનાથ મંદિર પાસેનો વિસ્તાર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે

જે અન્વયે વિરમગામ નગરના વિસ્તારોમાં સ્થાવર મિલકતો અંગેની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વમંજૂરી લેવાની રહેશે તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે

 

(11:30 pm IST)