Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

એચડીએફસીની તહેવારને લઇને ફેસ્ટિવ ટ્રીટ્સ લોન્ચ

ફાઇનાન્શિયલ સર્વિસની ધમાકા ઓફર

અમદાવાદ, તા.૩૦ : એચડીએફસી બેંકએ તહેવારોને ધ્યાનમાં રાખીને આજે ભારતની સૌથી મોટી ફાઇનાન્શિયલ સર્વિસિઝ ધમાકા ફેસ્ટિવ ટ્રીટ્સને લોન્ચ કરી હતી. ગ્રાહકો લોનથી માંડીને બેંક ખાતા જેવા તમામ બેંકિંગ ઉત્પાદનો પર વિશેષ ઓફરો તેમજ ૧૦૦૦થી વધુ બ્રાન્ડ્સ પર મોટું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરશે. પહેલવહેલી વખત લોનની પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ, ઘટાડેલા ઇએમઆઈ, ગિફ્ટ વાઉચર્સ અને બીજા ઘણાં લાભોની સાથે રીટેઇલ વપરાશકર્તાઓ તેમજ વ્યાવસાયિક ગ્રાહકો માટે નાણાકીય ઉપાયોના સમગ્ર સ્પેક્ટ્રમ પર વિશેષ ફેસ્ટિવ ઓફર્સ ઉપલબ્ધ થશે એમ અત્રે એચડીએફસી બેંકની બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ શ્રી અરવિંદ વોરા અને એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદિત્ય પુરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય ઇન્ડસ્ટ્રીઓમાં સૌપ્રથમ વખત બેંકએ સ્ટોરમાં અને ઓનલાઇન થતી ખરીદીઓ પર ડિસ્કાઉન્ટ્સ, કેશબેક અને એક્સ્ટ્રા રીવોર્ડ પોઇન્ટ્સ પૂરાં પાડવા માટે ૧૦૦૦થી વધુ રીટેઇલ બ્રાન્ડ્સ સાથે જોડાણ સાધ્યું છે. રિલાયન્સ ડિજિટલ, સેમસંગ, એલજી, એપ્પલ, યાત્રા, ઓયો, લાઇફસ્ટાઇલ, મિંત્રા, વિજય સેલ્સ, હમલીઝ, એચપી, બિગ બાસ્કેટ એ કેટલીક એવી અગ્રણી રીટેઇલ અને કન્ઝ્યુમર બ્રાન્ડ્સ છે, જે વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર ૧૦ ટકા સુધીની છુટ આપશે. એચડીએફસી બેંકની બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ શ્રી અરવિંદ વોરાના હસ્તે મુંબઈ ખાતે આ સંબંધિત રાષ્ટ્રીય અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું. એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદિત્ય પુરીએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

 આ અભિયાનના વ્યાપને જોતા તેને અમદાવાદ, ચંડીગઢ, હૈદરાબાદ, જયપુર અને લખનઉ સહિત દેશના ૧૦ અલગ- અલગ સ્થળોએ એક સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના હેડ શ્રી દેબાશિસ સેનાપતિ દ્વારા આ અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એક મહિનો ચાલનારા અભિયાન દરમિયાન બેંક પાસે દરેક ભારતીય માટે એક ઑફર હશે. આ ફેસ્ટિવ ટ્રીટ લોન મેળવવા માંગતા નાના વ્યાવસાયિકથી માંડીને નવું ટેલિવિઝન ખરીદવા માંગતા પરિવાર સુધી સૌ કોઈના સપનાને સાકાર કરશે. મોટી બ્રાન્ડ્સ પર રાષ્ટ્રીય સ્તરની ઓફરો, તો નજીકમાં આવેલ દુકાનોમાંથી હાઇપર લોકલ ઓફરો પૂરી પાડવામાં આવશે. ૫,૦૦૦ શાખાનું બેંકનું બહોળુ નેટવર્ક પણ જાણે નાણાકીય સુપરમાર્કેટમાં પરિવર્તિત થઈ જશ.

 

(9:45 pm IST)